ભાવનગર ખાતે આવેલ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહની અપીલ સંતોએ સ્વીકારી
સ્વામીનારાયણ મંદીર લોંખડ બજાર ભાવનગર ખાતે બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ઘનશ્યામ મહારાજને આગામી તા.૨૩-૨-૨૨ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થતા હોય સત્સંગ સમાજ તરફથી સુવર્ણ જયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવવાનુ આયોજન કરવામાં આવેલ. ભુપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી, બાબુભાઇ જમનાદાસ પટેલ, ધારાસભ્ય દસકોઇ તથા પ્રમુખ ઉમીયાધામ, સ્વામીનારાયણ મંદિર ભાવનગર ખાતે પધારેલ અને તેઓ દ્વારા તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને આ સુવર્ણ જયંતિ મહોત્સવ સાદગીથી ઉજવવા અપીલ કરવામાં આવેલ. આ બાબતે સ્વામી લક્ષ્મીનારાયણદાસજી (કોઠારી ગઢડા સ્વામીનારાયણ મંદીર)ની ઉપસ્થિતિમાં કોઠારી અજયપ્રસાજી તથા સહ કોઠારી કિર્તનસાગરદાસજી દ્વારા જણાવેલ કે ભગવાન સ્વામીનારાયણ શિક્ષાપત્રીમાં કરેલ આજ્ઞા મુજબ દેશકાળને અનુસરીને મારા આશ્રીતોએ સરકારના નિયમને અનુસરીને વર્તવાનુ આથી તેને અનુસરીને કોરોના કાળ હોવાથી ઉત્સવ શાસ્ત્રોક રીતે પરંતુ સાદાઇથી ઉજવવાનો નિર્ણય કરાયો. સ્વામીનારાયણ મંદિરના તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં પ્રમુખ મેહુલભાઇ વડોદરીયાએ સુવર્ણ જયંતિ મહોત્સવ સાદાઇથી ઉજવવા જણાવેલ. પૂર્વ મંત્રી ચુડાસમાના ભાવનગરના આ પ્રવાસ કાર્યક્રમમાં ભરતસિંહ ગોહિલ (નંદકુવરબા મહિલા કોલેજ) પણ જોડાયા હતા.