વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને પંજાબમાં અટકાવી હુમલાના પ્રયાસના વિરોધમા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના, હવન સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ જેના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમા હવન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.