છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭૪૨૧ સંક્રમિતો સાજા થયા છે, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૭૩૬૬૨૮ પર પહોંચી છે
નવી દિલ્હી,તા.૧૮
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૩૮,૦૧૮ નવા કેસ નોંધાયા છે અને ૩૧૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૭,૪૨૧ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૭, ૩૬,૬૨૮ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૪.૪૩ ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ ૮૮૯૧ થયા છે. દેશમાં ૧૭ જાન્યુઆરીએ ૧૬,૪૯,૧૪૩ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨૭૫૩ કેસ નોંધાયા છે. બીજી તરફ ૫૯૮૪ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૫૮,૪૫૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૧.૪૨ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે ૫ મોત થયા. આજે ૨,૬૩,૫૯૩ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.