સરકારી વિનયન કોલેજ ભેસાણ માં તા.૧૯ના રોજ સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સમાજશાસ્ત્ર ના પિતા ઓગસ્ત કોમ્ટના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ’ઓગસ્ટ કોમ્ટ નો સમાજશાસ્ત્રીય ખ્યાલ ’ વિષય પર એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિધાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓગસ્ત કોમ્ટ ના જીવન અને સમાજશાસ્ત્રમાં ઓગસ્ટ કોમ્ટની ભૂમિકા શુ છે તેનો પરિચય આપવામાં આવ્યો હતો. કોલેજના આચાર્યશ્રી ડો. યોગેશકુમાર વી.પાઠક સાહેબ ના માગૅદશન હેઠળ સમગ્ર આયોજન કરાવામાં આવ્યુ હતું. મુખ્ય વક્તા તરીકે સમાજશાસ્ત્રના વિભાગીય અઘ્યક્ષ પ્રો ડૉ પંકજ એમ સોદરવા સાહેબે ઓગસ્ટ કોમ્ટની પ્રારંભિક ભુમિકા આપી હતી. અને આસી પ્રો ડૉ સચિન પીઠડીયા એ ઓગસ્ટ કોમ્ટ નો જીવન પરિચય અને સમાજશાસ્ત્ર ના ઓગસ્ટ કોમ્ટ પિતા શા માટે કહેવાય છે? તેનો વિગતે પરિચય આપ્યો હતો. આ તકે સમાજશાસ્ત્રના એફ વાય, એસ વાય, ટી વાય નાવિદ્યાર્થીઓ તથા અન્ય વિષયના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ તકે પ્રો ડો.સરોજબેન નારીગરા પ્રા.પંકજ સોલંકી સાહેબ, પ્રો પ્રો ડો સતિષ મેઘાણી સાહેબ, પ્રો. ડો.દિલીપ ગજેરા સાહેબ તેમજ પ્રો પ્રો ડો. પી. વી ગુરનાણી ,પ્રો ડો મહેશ વાઘેલા, પ્રો ડો. અજય એલ જોશી,પ્રો ડો સંજય બંઘીયા, ગ્રંથપાલશ્રી નીતિન ગજેરા સાહેબ, ઉપરાંત વહીવટી વિભાગના વડા કું.સંગીતાબેન ચૌહાણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આમ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના તમામ સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી..