સિહોર તાલુકાના કનાડ ગામની આજુબાજુ તેમજ માલવણના ડુંગર વિસ્તારમાં અવાર નવાર વન્ય પ્રાણી દીપડા દ્વારા ખેડૂતના વાડીએ બાંધેલ પાળતુ પ્રાણીઓનું મારણ કરે છે.આ વિસ્તારમાં નીલગાય તેમજ ભૂંડની વસ્તી પ્રમાણમાં વધારે હોઈ દીપડાઓને આસાની થી શિકાર કરી ખોરાકમળી જાય છે.આ અગાઉ પણ ઘણા ખેડૂતના પશુનું મારણ કરેલ છે. ગઈકાલે રાત્રીના કનાડ ગામે ખુમાનસિંહ ગોહિલની માલિકીના ૩ વર્ષના વાછરડાનું મરણ કર્યું હતું.ત્યારે ખેડૂતોને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવને લઇ કનાડ ગામના ઉપ સરપંચ તેમજ સિહોર તાલુકા કિશાન મોર્ચાના પ્રમુખ મયુરસિંહ ગોહિલ અને સાથે ફોરેસ્ટ વિભાગનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.