મહિલા સામખ્યના સ્થાપના દિન નિમિત્તે કિશોરીઓ માટે યોજાયા કાર્યક્રમ

107

મહિલા સામખ્ય (શિક્ષણ વિભાગ) ગુજરાત ૩૨ વર્ષ પૂર્ણ થતા ૩૩માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગના દરેક કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ્ય સ્તરે તથા તાલુકા સ્તરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૧૯૯ કિશોરીઓ અને બહેનો જોડાયા હતા. જેમાં લાભાર્થીઓ બહેનો કિશોરીઓના હિમોગ્લોબીન, વજન તેમજ ઊંચાઈ તપાસવામાં આવ્યા હતા તથા વિવિધ પૌષ્ટિક આહારમાંથી વિટામિન કેવી રીતે મળે તે સમજુતી આપવા માટે વિવિધ શાકભાજીમાંથી મળતા પોષક તત્વો વિશેની સમજુતી આપવા માટે ડેકોરેટિવ સલાડ સંઘની કિશોરીઓ અને બહેનો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ સાથે ૫૦ કિશોરીઓના રોજગાર કાર્ડ કઢાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમોનું આયોજન ભાવનગર જીલ્લાના કાર્યકર્તાઓ દ્વારા જીલ્લા સંકલન અધિકારી કામાક્ષીબેન વૈદ્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Previous articleમાર્ચ સુધીમાં ભાવનગર-અમદાવાદ બ્રોડગેજ શરૂ થઇ જવાની આશા
Next articleમંગળસૂત્ર પહેરવું મારા માટે વિશેષ ક્ષણ હતી : પ્રિયંકા