નવી દિલ્હી, તા.૧૯
દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતના નાના ભાઈ કર્નલ વિજય રાવત ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે દિલ્હીમાં મુલાકાત પણ કરી છે. સૂત્રો અનુસાર કેટલાક દિવસમાં દહેરાદૂનમાં સત્તાકીય રીતે તેઓ ભાજપમાં સામેલ થશે. ઉત્તરાખંડમાં આગામી મહિને ૧૪ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ૧૦ માર્ચે ચૂંટણીના પરિણામ આવશે. વિજય રાવતે કહ્યુ પણ કે હુ ભાજપ માટે કામ કરવા ઈચ્છું છું. તેમણે કહ્યુ કે અમારા પરિવારની વિચારધારા ભાજપ સાથે મળે છે. જો ભાજપ કહેશે તો ચૂંટણી પણ લડીશ. ૮ ડિસેમ્બરે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા અને ૧૨ અન્યના મોત નીપજ્યા હતા. તે સમયે બિપિન રાવત વાયુસેનાના એમઆ-૧૭ વી૫ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઘટના તમિલનાડુના કુન્નૂરમાં થઈ હતી. આ ઘટનામાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવતા બચ્યા હતા જેમનુ નિધન પણ ૧૫ ડિસેમ્બરે થઈ ગયુ.