ગંડક નદીમાં નાવ પલટતાં ૨૪ ડૂબ્યાની શંકા, બે મૃતદેહ મળ્યા

84

બિહારના ગોપાલગંજ જિલ્લામાં મોટી દુર્ઘટના : બોટ પર એક ટ્રેકટર પણ હતું, નદીના પ્રવાહમાં બોટ વધારે વજન સહન ન કરી શકતા પલટી ખાઈ ગઈ હતી
પટના, તા.૧૯
બિહારમાં ગોપાલગંજ જિલ્લામાં સર્જાયેલી એક મોટી દુર્ઘટનામાં આ વિસ્તારની ગંડક નદીમાં એક નાવ પલટી ખાઈ ગઈ છે. જેમાં ૨૪ ખેડૂતો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે.ગોપાલગંજ જિલ્લામાં નદી પાર કરીને ખેતી કરવા માટે આ ખેડૂતો જઈ રહ્યા હતા.નદીની વચ્ચે જ નાવ પલ્ટી ખાઈ જતા તેઓ ડૂબી ગયા હોવાની આશકા છે.દરમિયાન નાવ પરના એક વ્યક્તિ પાણીમાં કુદી પડ્યો હતો.તે તરીને કિનારે પહોંચ્યો હતો અને જીવ બચાવ્યો હતો.એવુ કહેવાય છે કે, બોટ પર એક ટ્રેકટર પર હતુ.નદીના પ્રવાહમાં બોટ વધારે પડતુ વજન સહન કરી શકી નહોતી અને પલટી ખાઈ ગઈ હતી.દરમિયાન બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છે.પોલીસ સહિત તંત્રના ઉચ્ચાધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ડુબેલા લોકોની શોધખોળ શરુ કરાઈ છે.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા
Next articleબેંગલુરુના આકાશમાં બે વિમાન ટકરાતાં રહી ગયા : યાત્રી બચ્યા