સુપ્રીમ કોર્ટના ૧૦ જજ અને ૪૦૦થી વધુ કર્મી સંક્રમિત

91

દેશભરમાં કોરોનાનો વધતો કહેર : કોર્ટે ૨ જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું
નવી દિલ્હી, તા.૧૯
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ૧૦ જજ અને ૪૦૦ થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.જેના કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે. સુપ્રીમ કોર્ટના ૩૨ ન્યાયાધીશો પૈકી ૧૦ અને ૩૦૦૦ કર્મચારીઓ પૈકી ૪૦૦ સંક્રમિત થયા છે. કોર્ટે ૨ જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યુ હતુ. બીજી તરફ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨.૮૨ લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને મરનારાઓની સંખ્યા વધીને ૪.૮૭ લાખને પાર કરી ગઈ છે.

Previous articleબેંગલુરુના આકાશમાં બે વિમાન ટકરાતાં રહી ગયા : યાત્રી બચ્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે