પ્રેક્ષકોએ ફિલ્મને ભરપેટ વખાણી અને કહીંયુ હું છું ને
’મારા મલકના મેના રાણી’ ગીતથી ફેમસ થયેલ ફિલ્મ ’હવે ક્યારે મળીશું’ ફિલ્મની ભવ્ય સફળતા બાદ કંડોલિયા ફિલ્મનું નવલું નજરાણું ’હું છું ને’ ગુજરાતી ફિલ્મ ઉતરાયણના પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થયું હતું. ’હું છું ને’. ફિલ્મ ને પ્રેક્ષકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.અનેક સિનેમા ઘરમાં હાઉસફૂલના પાટિયા ઝૂલવા લાગ્યા હતા. મારા મલકના ના મેના રાણીપ.જેવા સુપર હિટ ગીતો અને ફિલ્મો આપનાર સફળ બેનર કંડોલિયા ફિલ્મ્સનું મધુરા સંગીતથી મઢેલી કલરફુલ પ્રેમકહાની ” હું છું ને ” ના. ગીત અત્યારે સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી છે અને એ વાત સાબિત કરી કે ફિલ્મ નું સન્ગીત ફિલ્મ ને સફળ બનાવે છે ! આ ફિલ્મમાં ગુજરાતની સુપરસ્ટાર જોડી લોકગાયક જીજ્ઞેશ બારોટ( કવિરાજ) અને રોહિત ઠાકોરનો જાજરમાન અભિનેત્રીઓ પ્રિનલ ઓબેરોય, શ્રેયા દવે, જ્યોતિ શર્મા, બંસી રાજપૂત સાથે ખલનાયક પ્રેમ કંડોલિયા તથા સન્ની ખત્રી કોમેડિયન ગગો,ગજુભા,રાજેશ ઝવેરી,આરતી ઠક્કર,રિચા શાહ,કિશોર ભાસ્કર સહિત અનેક જાણીતા કલાકારોએ તેમના કલાના ઓઝસ પાથર્યા છે. તેમજ જીગ્નેશ બારોટ, તેમજ રોહિત ઠાકોર કવિતાદાસ ના કંઠે ગવાયેલ સુરીલા ગીતો અને મનોજ વિમલના સંગીત સાથે રૂપેરી પડદે ધૂમ મચાવી છે. ફિલ્મ ની સફળતા માટે ફિલ્મ નિર્માતા હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહે ગુજરાતી દર્શકો ની સાથે ફિલ્મ ની ટીમ નો આભાર વ્યક્ત કરીયો છે
“હું છું ને”ફિલ્મ ગુજરાતના મોટાભાગના સિનેમાઘરોમાં ફિલ્મને નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. દર્શકો એ ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી હતી