આજે ભાવનગરમાં ૪૪૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૬૦ કોરોનાને માત આપી, જ્યારે ગ્રામ્યમાં ૧નું મોત

115

શહેરમાં ૨૬૧૨ અને ગ્રામ્યમાં ૩૭૦ દર્દીઓ મળી કુલ ૨૯૮૨ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે ૪૪૦ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૪૦૪ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૩૩ પુરુષનો અને ૧૭૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૨૦૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૩૬ કેસ નોંધાયા હતા, જેમાં ૨૪ પુરુષનો અને ૧૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૩૦ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં એક નું મોત થયું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૩૦ અને તાલુકાઓમાં ૩૦ કેસ મળી કુલ ૨૬૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૬૧૨ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૭૦ દર્દી મળી કુલ ૨૯૮૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૫ હજાર ૮૩૦ કેસ પૈકી હાલ ૨૯૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૫ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleશહેરમાં પ્લાસ્ટિક ડ્રાઈવ ટીમ અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ
Next articleલાલ ડુંગળીમાં તેજી : ત્રણ દિવસમાં ૬૦ હજાર બોરી વેચાઈ