લાલ ડુંગળીમાં તેજી : ત્રણ દિવસમાં ૬૦ હજાર બોરી વેચાઈ

116

ભાવનગર માર્કેટ યાર્ડમાં દૈનિક ૨૦ હજારથી વધુ બોરીઓનું થતું વેચાણ, ખેડૂતોને સારી ડુંગળીના મણે ૫૫૫ સુધી ભાવ મળ્યા પરંતુ ઉત્પાદન ઓછું થવાના કારણે નફો ઘટ્યો
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની સિઝન શરૂ થઇ જવા પામી છે અને ભાવનગર જિલ્લાના તમામ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉત્પાદન કરાયેલી નું વેચાણ કરવા આવી રહેલ છે. હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની ભરપૂર આવક થઈ રહી છે અને ખેડૂતોને સારી ડુંગળીના ઉચા ભાવ પણ મળી રહ્યા છે જોકે ગત ચોમાસાની સિઝનમાં બે થી ત્રણ વાર થયેલા વાવાઝોડાના કારણે ધોવાઈ ગયેલા ખેતરોમાં ફરીથી વાવેતર કરાતા ઉત્પાદન ઓછુ થવા પામ્યુ છે તેનાથી ખેડૂતોને નફો ઘટ્યો છે ગુજરાતમાં ડુંગળી નું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે અને તેમાંય મહુવા, તળાજા, જેસર અને પાલિતાણા પંથકમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે હવે ડુંગળીની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે ખેડૂતોએ પોતાની વાડી, ખેતરમાં ઉત્પાદન થયેલ ડુંગળીનું વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડની સાથોસાથ ભાવનગર યાર્ડમાં પણ વેચાણ અર્થે ડુંગળી મબલક પ્રમાણમાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ૬૦ હજારથી વધુ ડુંગળીની બોરીઓનું વેચાણ થવા પામ્યું છે. દૈનિક થતી હરાજીમાં ખેડૂતોને વક્કલ પ્રમાણે ભાવ મળી રહ્યા છે સરેરાશ ૧૬૦થી ૫૫૫ રૂપિયા સુધીના એક મણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જે પ્રમાણમાં સારા કહી શકાય ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળતા હોય પાલીતાણા, તળાજા અને મહુવા પંથકના ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો વેચવા યાર્ડમાં આવી રહ્યા છે જોકે તાલુકા કક્ષાના અન્ય માર્કેટયાર્ડમાં ભાવનગર કરતા ઓછો ભાવ મળતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ વખતે ડુંગળીના સારા ભાવ મળતા એક રીતે ખેડૂતો ખૂશ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ઉત્પાદન ઓછું થયું હોવાનો રંજ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે

Previous articleઆજે ભાવનગરમાં ૪૪૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૬૦ કોરોનાને માત આપી, જ્યારે ગ્રામ્યમાં ૧નું મોત
Next articleઇસ્કોન ભાવનગર નવ મંદિર નિર્માણનું ભુમિ પૂજન સંપન્ન