લીલા સર્કલ ભક્તિવેદાંત માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિરમાં નવનિર્માણ મંદિરનું ભૂમિ પૂજન થયું. ઇસ્કોન ભાવનગર નવ મંદિર નિર્માણનું પોષ મહિનાની શુક્લ પૂર્ણિમાના શુભ દિવસે વૃંદાવન નિવાસી રાધા ગોવિંદ દાસ ગોસ્વામી મહારાજના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધા રમણ ગોસ્વામી મહારાજ, ઇસ્કોન ભાવનગરના અધ્યક્ષ વેણુ ગાયક દાસ, અલંગના ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ મહેતા હેમલભાઈ મહેતા સુનિલભાઈ પટેલ મ, કમલભાઈ ખેમકા તેમજ અન્ય વૈષ્ણવ સમુદાયના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગર ના અધ્યક્ષ વેણુગાયકદાસજી એ જણાવ્યું હતું રાધા મુરલીધરજીનું ભવ્યાતિભવ્ય નવ મંદિર નિર્માણ થશે જે ભાવેણા ના જનતાને શ્રી રાધા મુરલીધર ના દર્શન નો લાભ મળશે.