ઉમરાળા ખાતે કોરોના જાગૃતતા સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

109

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાઓ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી કરાવતું ફોટો પ્રદર્શન યોજાયું
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમને સંબોધતા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં યુવાનો જોડાય તેવી વાત કરવાની સાથે યુવાનોને કોરોના સંદર્ભે જાગૃતતા સંદેશ પણ પાઠવ્યો હતો સાથે જ દરેક યુવા વર્ગને અને કિશોરોને રસી લેવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર ઉમરાળા મામલતદાર એ પી અંટાળા,તાલુકા વિકાસ અધિકારી એચ જી પટેલ,ઉમરાળા તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રભાઇ લખાણી,સર્વોદય કેળવણી મંડળ મંત્રી જીતેન્દ્રસિંહ વાળા,ઉમરાળા સરપંચ ધર્મેન્દ્રભાઈ કે હેજમ પી એમ સર્વોદય હાઇસ્કૂલ ઉમરાળાનાં આચાર્ય ડો.રામદેવસિંહ બી ગોહિલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના સ્થાનિક આગેવાનો સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ આઝાદીની જુદીજુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંઘર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. અમૃત મહોત્સવની ઉજવણીના પાંચ સ્તંભો આઝાદીનો સંઘર્ષ, ૭૫ વર્ષે વિચારો, ૭૫ વર્ષે સિદ્ધિઓ, ૭૫ વર્ષે કાર્યો અને ૭૫ વર્ષે આપણા સંકલ્પો એ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવાની સાથે સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાનો વિષયક જાણકારી તેમજ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વિચાર પ્રસ્તુતિકરણ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાખેલ રસીકરણ કેમ્પમાં મોટાઓને બુસ્ટર ડોઝ તેમજ કિશોરોને રસી રસી આપવામાં આવી હતી.

Previous articleભાજપની બેઠકમાં બે તલાટીઓ કેસરીયો ખેસ સાથે હાજર !
Next articleમાતા અને નાના માટે મક્કા-મદીના પહોંચ્યો અલી ફઝલ