રાજ્યનાં ૨૭ શહેરોમાં નાઇટ કર્ફ્‌યૂ લાદવા થયેલો નિર્ણય

370

કોરોનાને કાબૂમાં લેવા નવા નિયંત્રણો મૂકાયા : ૨૨ જાન્યુઆરીથી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે
અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે ૨૭ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યૂ લદાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા કોરોના નિયંત્રણો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં જ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૨૨-૧-૨૦૨૨ના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્‌સને આગામી દિવસોમાં ૨૪ કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.રાજ્યમાં લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો માટે નવી ગાઇડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. આ ૨૭ મહાનગર અને નગરોમાં તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સલૂન, સ્પા અને બ્યૂટીપાર્લર તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
હોટલ રેસ્ટોરન્ટસ બેઠક ક્ષમતાના ૭૫ ટકા સાથે રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ રેસ્ટોરન્ટ્‌સમાં હોમ ડિલિવરી ૨૪/૭ ચાલુ રાખી શકાશે.
ધોરણ-૯થી ૧૨ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતના વર્ગો તેમજ કોયિંગ ક્લાસ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૩૪૭૨૫૪ નવા કેસ નોંધાયા