નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા

104

અમેરિકાના રાષ્ટ્રપતિને ઘણા પાછળ રાખ્યા : રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદીને ૭૧% એપ્રુવલ રેટિંગ મળ્યું
નવી દિલ્હી, તા.૨૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા છે. વૈશ્વિક લોકપ્રિયતાના મામલે પ્રધાનમંત્રી મોદીનો મુકાબલો દુનિયાના ૧૩ નેતાઓ સાથે હતો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ સામેલ હતા. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ઘણા પાછળ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદીને ૭૧% એપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તે પ્રથમ સ્થાને છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ૪૩% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોને ૪૩% રેટિંગ મળી છે. જોકે તે નજીવા અંતરથી બાઇડેનથી પાછળ રહી ગયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ૪૧% રેટિંગ સાથે ટુડોથી પાછળ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક લોકપ્રયિતાના મામલે પ્રથમ સ્થાને રહ્યા હોય તેવી પ્રથમ ઘટના નથી. ગત વર્ષે નવેમ્બરમાં પણ તેઓ આ યાદીમાં નંબર વન રહ્યા હતા. મે-૨૦૨૦માં તેમને આ યાદીમાં ૮૪% રેટિંગ મળ્યું હતું. જોકે મે-૨૦૨૧માં ઘટાડો થયો હતો અને ૬૩%ની આસપાસ હતી.
વર્ષ ૨૦૧૪માં વૈશ્વિક ટેકનિક પ્લેટફોર્મની સ્થાપના થઇ હતી. નામ મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજેન્સ રાખવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ દુનિયાભરનાં ખાસ નેતાએ વિશે અન્ય દેશોના લોકો સાથે વાત કરીને સાપ્તાહિક આધારે તેમની લોકપ્રિયતાનો અંદાજ કરે છે. હાલ જે રેટિંગ પ્રકાશિત કરવામાં આવી છે તે ૧૩ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન મળેલા ફિડબેક પર આધારિત છે. આ પ્લેટફોર્મ સાથે ૧૦૦ દેશોના લગભગ ૧૦ કરોડ લોકો જોડાયેલા છે. જેમાં લગભગ ૧.૫ કરોડ લોકોની સલાહ દર સપ્તાહે ખાસ વૈશ્વિક નેતાઓ વિશે મળે છે. વિશ્વ આર્થિક મંચના ઓનલાઇન આયોજિત પાંચ દિવસીય એજન્ડા શિખર સંમેલનના સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સ્થિતિ વિષય પર વિશેષ સંબોધન કરતા કહ્યું કે ભારત પોતાની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. તો બીજી તરફ દેશમાં વેક્સીનના ૧૫૬ કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતે દુનિયાને આશાનો ગુલદસ્તો આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવા મજબૂત લોકતંત્રએ આખા વિશ્વને એક સુંદર ભેટ આપી છે અને તે ભેટ છે બુકે ઓફ હોપ. બુકેમાં છે ભારતીયોનો લોકતંત્ર પર અતુટ વિશ્વાસ. આ બુકેમાં છે ૨૧મી સદીને સશક્ત કરવાની પ્રોદ્યોગિકી. આ બુકેમાં ભારતીયોનો ટેમ્પરામેન્ટ અને ભારતીયોની પ્રતિભા છે.

Previous articleઈન્ડિયા ગેટ પર મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા :મોદી
Next articleUS માં 5G નેટવર્કને કારણે વિમાનોની સિસ્ટમ ખોટકાઈ