US માં 5G નેટવર્કને કારણે વિમાનોની સિસ્ટમ ખોટકાઈ

109

સિસ્ટમ ખોટકાતા ભારત સરકાર પણ દોડતી થઈ : ભારતીય પાઈલટ અને એરક્રાફ્ટ કંપનીઓ 5Gને લઈને ચિંતિત, હવાઈ મુસાફરી અસુરક્ષિત બનવાની શંકા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા.૨૧
5G મોબાઈલ બ્રોડબેન્ડ સર્વિસને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ભારતમાં 5G સર્વિસ શરુ કરતા પહેલા ઉડ્યન મંત્રાલય આ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સાથે બેઠક યોજી શકે છે. આ અંગે સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું કે, જો આમાં કોઈ ચિંતાનો વિષય કે સમસ્યા હોય તો તેણે ચર્ચા કરાશે. સ્થાનિક એવિએશન કંપની અને પાઈલટ દ્વારા 5G ને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વિચારણા અંગેનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે બુધવારે એર ઈન્ડિયા દ્વારા અમેરિકા જતી આઠ ફ્લાઈટ રદ્દ કરી છે, અમેરિકાની ૫ય્ સર્વિસના કારણે તેની અસર ફ્લાઈટની ઓટો પાઈલટ સિસ્ટમ અને રડાર અલ્ટીમીટર પર અસર પડી હતી. એર લાઈન્સ દ્વારા બોઈંગ ૭૭૭ની સર્વિસની ગુરુવારથી ફરી શરુઆત કરી છે. યુએસ ઓથોરિટી પાસેથી અપ્રુવલ મળ્યા બાદ એર ઈન્ડિયા દ્વારા ફરીથી ફ્લાઈટ શરુ કરી છે, જેમાં કેટલાક એરપોર્ટ માટે હનીવેલ એરોસ્પેસ ALA-૫૨ રેડિયો અલ્ટીમીટરવાળા બોઈંગ મૉડલ ધરાવતા વિમાનના સંચાલન અંગે મંજૂરી આપવામાં આવી છે. ઓલ ઈન્ડિયા એરક્રાફ્ટ હનીવેલ સિસ્ટમવાળી છે.ભારતમાં ૫ય્ અંગેની હરાજી ચાલુ વર્ષમાં એપ્રિલ-મેમાં કરવામાં આવી શકે છે, અથવા તો પછી ૨૦૨૩ની શરુઆતમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતીય એવિએશન મંત્રાલય દ્વારા આ અંગે એટલા માટે જરુરી પગલા ભરવાનું શરુ કરવામાં આવ્યું છે. કારણ કે ભારતમાં 5G નેટવર્કની શરુઆત થાય તે પહેલા સામે આવનારા પડકારોનું સમાધાન શોધી શકાય. ભારતીય ટેલિકોમ ક્ષેત્રએ પણ 5Gને લઈને ઉભી થનારી સમસ્યાઓનું સમાધાન લાવવાની તૈયારી બતાવી છે, ભારતની ભારતની એક મોટી ટેલિકોમ કંપનીના એક્ઝિક્યુટીવે આ અંગે વાત કરતા જણાવ્યું કે, કંપનીની સ્થાનિક ટીમ 5Gને લઈને કોઈ અડચણ ઉભી થશે તો તે અંગે જરુરી પગલા ભરશે. તેમણે એમ પણ કહ્યું કે, “જે પરિણામ આવશે તે અંગે ટેલિકોમ વિભાગને જાણ કરીશું.” સ્થાનિક ઉડ્યન ક્ષેત્ર સહિત ભારતીય પાઈલટ ફેડરેશને પણ ૫ય્ના લીધે ઉભી થતી તકલીફ અંગે પોતાનો મુદ્દો રજૂ કરતા જણાવ્યું છે કે, એરક્રાફ્ટના અલ્ટીમીટર પર અસર થવાની સાથે ઓછી વિઝિબ્લિટિમાં લેન્ડિંગ કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે, આ સાથે હવાઈ સફળ અસુરક્ષિત પણ બની શકે છે. બીજી તરફ એક એરલાઈન કંપનીના ઓપરેશન ડિપાર્ટમેન્ટના સિનિયર એક્ઝિક્યુટીવ પણ આ મુદ્દાનું સમાધાન શોધાવવું જોઈએ તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, “સોથી મોટી સમસ્યા સિસ્ટમમાં ખામી ઉભી થવાની છે, જેના લીધે તેની સીધી અસર સુરક્ષિત હવાઈ મુસાફરી પર પડશે, ભારતે આ અંગે સમાધાન શોધવું જરુરી છે.”

Previous articleનરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા
Next articleઉ.પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો