મહુવા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ આગામી તા.૪ ફેબ્રુઆરીના ચૂંટણી યોજાશે.ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. મહુવા માર્કેટીંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચુંટણીનો કાર્યક્રમ તા.૯-૧૧-૨૧ના જાહેર થયેલ તે મુજબ આગામી તા.૪-૨-૨૨ના ચુંટણી યોજાશે.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચુંટણી અંગે તા.૨૩-૧૨-૨૧ના તમામ પ્રક્રિયાઓ બાદ મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ચુકી છે. નિયુક્તિ પત્રો તા.૨૩-૧ના અપાશે જેની ચકાસણી તા.૨૪-૧ના થશે અને નિયુક્તિ પત્રો પાછા ખેંચવાની તા.૨૭-૧ના થશે ત્યારબાદ ઉમેદવારોની આખરી પ્રસિધ્ધિ પણ તે જ તારીખે થશે અને મતદાન તા.૪-૨ને શુક્રવારે થશે. મતગણતરી તા.૫-૨-૨૨ના થયા બાદ ચુંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડુતોની ૧૦, વેપારીની ૪ અને ખરીદ વેચાણ વિભાગની ૨ મળી કુલ ૧૬ સીટની સામાન્ય ચુંટણી આગામી તા.૪/૨ના યોજાશે. આ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે અને ચુંટણીનો માહોલ જામ્યો છે.