રાષ્ટ્રીય મહાપર્વ પ્રજાસત્તાક દિન આડે ૩ દિવસ બાકી રહ્યાં છે ત્યારે શહેરમાં વસતાં દેશપ્રેમીઓમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે સેંકડો લોકો રાષ્ટ્રીય પર્વોની અનોખી ઉજવણી કરતાં હોય છે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ માત્ર રાજકીય પક્ષોનો જ ઉત્સવ નથી પ્રત્યેક ભારતીયોનો તહેવાર છે ત્યારે શહેરમાં અમદાવાદથી એક પરીવાર કે જે વણઝારા જેવું જીવન પસાર કરે છે અને તહેવાર-પ્રસંગો અનુરૂપ ચિઝવસ્તુઓનુ વેચાણ કરી જીવન નિર્વાહ ચલાવે છે આ પરીવારની બાળા અજાણ્યે જ શહેર મધ્યે આવેલ ઘોઘાગેટ ચોક સ્થિત શહિદ ભગતસિંહ સ્મારક પાસે બેસી રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહી છે જેની રાષ્ટ્રપ્રેમીઓ ખરીદી પણ કરી રહ્યા છે