આજે ભાવનગરમાં ૪૩૬ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૨૦ કોરોનાને માત આપી

83

ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ એક સાથે ૩ ના મોત થતા હાહાકાર મચ્યો, ૧ બાળક અને ૨ વૃદ્ધ : શહેરમાં ૨૭૩૯ અને ગ્રામ્યમાં ૩૫૯ દર્દીઓ મળી કુલ ૩૦૯૮ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે સર્વત્ર ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ એક સાથે ૩ ના મોત નિપજતાં હાહાકાર મચ્યો છે જેમાં શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષીય મહિલા, નારીમાં રહેતા ૮૧વર્ષીય વૃદ્ધ પુરુષ તથા ઘોઘા રોડ પર રહેતો ૧૫ વર્ષીય બાળક નું મોત નીપજ્યું હતું, ભાવનગર જિલ્લામાં આજે ૪૩૬ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૪૦૧ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૭૯ પુરુષનો અને ૧૨૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૨૭૪ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૩૫ કેસ નોંધાયા હતા, જેમાં ૨૩ પુરુષનો અને ૧૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૪૬ દર્દીઓ કોરોનાને માત આપી હતી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૭૪ અને તાલુકાઓમાં ૪૬ કેસ મળી કુલ ૩૨૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૭૩૯ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૫૯ દર્દી મળી કુલ ૩૦૯૮ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૬ હજાર ૨૬૯ કેસ પૈકી હાલ ૩૦૯૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૮ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleપર્વ ગમે તે હોય, ગરીબ પ્રજાને માટે બે પૈસા રળવાનો અવસર
Next articleશહેરમાં પૂ.બાપાની મઢુલીઓમા આકર્ષક શણગાર