ઓરડીમાં લાઈટ કનેક્શનના વાયરો પણ ખુલ્લા જોવા મળ્યાં, તમામ જથ્થો ડ્રગ સ્ટોરમાં જ અમે સ્ટોર કરીએ છીએ, આ સેનેટાઇઝ કોણે મુક્યા છે એ હું જોવડાવી લવ છુંઃ આરોગ્ય અધિકારી
ભાવનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં જિલ્લા પંચાયતમાં આવેલી ઓરડીમાં સેનીટાઇઝરનો જથ્થો વિપુલ પ્રમાણમાં ખુલ્લામાં પડ્યો છે. આ ઓરડીમાં લાઈટ કનેક્શનના વાયરો પણ ખુલ્લા છે, આરોગ્ય અધિકારીને પણ આ જથ્થો અહીંયા કોણે મુક્યો તે ખબર નથી.
જિલ્લા પંચાયતમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ છે, જયાં જિલ્લા પંચાયત પટાંગણમાં જે જગ્યા પરથી દરરોજ અનેક લોકો અને વાહનો પસાર થતો હોય છે, અને આજુબાજુમાં અનેક વાહનો પણ પાર્ક કરેલા પડેલા હોય છે, જે ઓરડીમાં જથ્થો પડ્યો છે તે ઓરડીમાં લાઈટ કનેક્શનના વાયરો ખુલ્લા છે, જો કોઈ અગમ્ય કારણસર શોર્ટસર્કિટ થાય તો શું થાય..?
તાજેતરમાં સુરતમાં સેનેટાઇઝને કારણે બસમાં વિકરાળ આગ લાગી હતી. જે આગમાં એક યુવતીનું મોત પણ થયું હતું. ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જાહેર ઓરડીમાં સેનેટાઇઝનો મસમોટા જથ્થો મુકવામાં આવ્યો છે. સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બને તો તેનું જવાબદાર કોણ રહશે. આ અંગે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારી તાવીયાડને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી પાસે જે સેનેટાઇઝની ૫૦૦ દ્બઙ્મની બોટલો આવે છે તે તમામ ડ્રગ સ્ટોરમાં જ અમે સ્ટોર કરીએ છીએ, આ સેનેટાઈઝનો ઝથ્થો કોણે મુક્યો છે એ હું જોવડાવી લવ છું, અમારો સ્ટોક ડ્રગ સ્ટોરમાં સ્ટોર કરીએ છીએ બીજી જગ્યાએ મુકતા નથી.