એક્ટિવ કેસનો દર ૫.૪૩ ટકા છે : ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૧૦૦૫૦ થઈ ગઈ છે ગુરૂવારની તુલનામાં તેમાં ૩.૬૯ ટકાનો વધારો થયો છે
નવી દિલ્હી,તા.૨૨
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં આંશિક રાહત મળી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૭,૭૦૪ નવા કેસ મળ્યા છે. ગુરૂવારની તુલનામાં ૯૫૫૦ કેસ ઓછા આવ્યા છે. તો આ દરમિયાન ૪૮૮ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૨,૬૭૬ લોકો સાજા થયા છે. આ રીતે કોવિડને માત આપનારની સંખ્યા વધીને ૩.૬૩ કરોડથી વધી ગઈ છે. હાલ રિકવરી રેટ ૯૩.૩૧% છે. દેશમાં આ સમયે કોરોનાથી ૨૧,૧૩,૩૬૫ દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો દર ૫.૪૩ ટકા છે. તો ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૧૦૦૫૦ થઈ ગઈ છે. ગુરૂવારની તુલનામાં તેમાં ૩.૬૯ ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૧ લાખ ૧૩ હજાર ૩૬૫ થઈ ગઈ છે. તો મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૪ લાખ ૮૮ હજાર ૮૮૪ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે કાલે બે લાખ ૪૨ હજાર ૬૭૬ લોકો સાજા થયા, ત્યારબાદ અત્યાર સુધી કોરોનાથી ૩ કરોડ ૬૩ લાખ ૧ હજાર ૪૮૨ લોકો સાજા થઈ ચુક્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે ૧૬૧ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. શુક્રવારે ૬૭ લાખ ૪૯ હજાર ૭૪૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, ત્યારબાદ દેશમાં રસીકરણ કવરેજ ૧૬૧ કરોડ ૧૬ લાખ ૬૦ હજાર ૭૮ ડોઝ સુધી પહોંચી ચુક્યું છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટથી ૧૦ હજાર ૫૦ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. મોટા ભાગના કેસ દિલ્હી અને મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. ઓમિક્રોનના કુલ કેસમાં કાલના મુકાબલે ૩.૬૯ ટકાનો વધારો થયો છે.