ચિત્રા પાસે ટ્રક અડફેટે દંપતિ ખંડિતઃ પિતા પુત્રી ઘવાયા ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો

99

કુંભારવાડાથી સિહોર બેનના ઘરે લગ્નપ્રસંગે જઈ રહેલ પરિવારનો કાળે કેડો આંતર્યો
શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો એક પરીવાર સ્કુટર લઈને સિહોર લગ્નપ્રસંગે જઈ રહ્યો હતો તે વેળાએ ચિત્રા પાસે દંપતિના સ્કુટર ને ટ્રકે અડફેટે લેતા પતિની નઝર સામે પત્નીનું મોત નિપજ્યું હતું જયારે પતિ તથા બે પુત્રીઓને ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મિલની ચાલી સ્થિત ભીમરાવનગરમા રહેતો કાનજી ભાણજી કારેલીયા ઉ.વ.૩૬ પત્ની જાગૃતિ ઉ.વ.૨૫ તથા બે પૂત્રીઓને લઈને એકટીવા સ્કૂટર નં જી-જે-૦૪-બીએસ-૩૪૫૦ પર તેની સિહોરમાં રહેતી કૌટુંબિક બહેનને ત્યાં યોજાયેલ લગ્નપ્રસંગે જઈ રહ્યાં હતાં તે વેળાએ ચિત્રા મસ્તરામબાપાના મંદિર પાસે ટ્રક નં જી-જે-૦૩- એટી-૧૩૭૬ના ચાલકે સ્કૂટર પર સવાર દંપતિને અડફેટે લેતાં જાગૃતિ કાનજી કારેલીયા ને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે કાનજી તથા તેની બંને પુત્રીઓને નાનીમોટી ઈજા સાથે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં આ અંગે કાનજી એ ઘટના સ્થળે ટ્રક છોડી નાસી છુટેલ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગરમાં ફઈની છોકરીના લગ્ન પ્રસંગે આવેલા મામાના દીકરાની ૬ શખ્સોએ કરપીણ હત્યા કરી
Next articleભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં આવેલા આંબા મોરથી મહેકી ઉઠ્‌યાં