ભાવનગર જિલ્લામાં ૮૬૮૫ વ્યક્તિએ બુસ્ટર ડોઝ લઇ લીધો

78

વેક્સીનેશનનો પ્રથમ ડોઝ ૯૮ ટકા અને બીજો ડોઝ ૧૦૫ ટકા લોકોએ લીધો : ૧૫ થી ૧૮ વર્ષની મર્યાદાવાળા ૧,૧૧,૨૩૦ માંથી ૬૨,૨૮૩ તરૂણોએ રસી લીધી
કોરોનાની બીજી લહેર પછી વેક્સીનેશન કામગીરી વેગવાન બની હતી અને હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર તેમજ ૪૫ પ્લસ સહિતનાનું વેક્સીનેશનમાં પ્રથમ ડોઝનું ૯૮.૧૬ ટકા તો બીજા ડોઝનું ૧૦૫ ટકા કામ પૂર્ણ થયું હતું. જ્યારે બુસ્ટર ડોઝમાં પણ ૪૭ ટકા સુધી રસીકરણ થયું હોવાનું જણાયું છે. મળતી વિગતો મુજબ હેલ્થ વર્કરમાં પ્રથમ ડોઝ ૧૦,૩૩૪ એમ ૧૦૦ ટકા કામગીરી થઇ છે. જ્યારે બીજા ડોઝમાં ૧૦,૪૦૫ એમ ૧૦૧ ટકા તો બુસ્ટરમાં ૨૪૭૩ એમ ૪૭ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે ૪૫ ઉપરની વયમર્યાદામાં ૪૯૦૧૧૪ એમ પ્રથમ ડોઝની ૧૧૦ ટકા તો ૫૧,૩૯૧૯ એમ બીજા ડોઝની ૧૦૫ ટકા બાદ ૨૨૨૫ એમ બુસ્ટર ડોઝની ૫૩ ટકા કામગીરી પૂર્ણ થઇ છે તો ફ્રન્ટ લાઇન વર્કરમાં પણ પ્રથમ ડોઝની ૧૦૦ ટકા તો બીજા ડોઝની ૯૭ ટકા અને બુસ્ટર ડોઝની ૪૪ ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું જણાયું છે. ટોટલ આંકડા પર નજર કરીએ તો પ્રથમ ડોઝની ૯૮.૧૬ ટકા કામગીરી પૂર્ણ થઇ, બીજા ડોઝની ૧૦૫ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે ૯ માસના નિયમ મુજબ તેમજ કોમોર્બીનને મળી ત્રીજો બુસ્ટર ડોઝની કામગીરી ૪૭ ટકા એટલે ૮૬૮૫ લોકોએ લીધો હોવાનું જણાયું છે.

Previous articleભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં આવેલા આંબા મોરથી મહેકી ઉઠ્‌યાં
Next articleઆજે ભાવનગરમાં ૪૨૮ નવા કોરોનાના કેસ નોંધાયા, જ્યારે શહેરમાં ૧નું મોત