GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

137

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૯૪. ડો. બાબાસાહેબ આંબેડકરને કઈ બાબત લાગુ પડતી નથી ?
– યુવાનીમાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ગુપ્ત સહાય
૯પ. ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
– નૃત્યકલા
૯૬. ગાંધીનગરને પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન થઈ હતી ?
– શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
૯૭. ગુજરાતમાં નિર્માણાધીન ‘ક્રાંતિતીર્થ’ સાથે કોનું નામ જોડાયેલું છે ?
– શ્યામજી કૃષ્ણ વર્મા
૯૮. નીચેનામાથી વહાણવટાની પ્રવૃતિ સાથે સંકળાયેલ મહિલા કોણ છે ?
– શ્રીમતી સુમતીબેન મોરારજી
૯૯. કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે ?
– ચૌલા જાગીરદાર
૧૦૦. ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી ન્યાયમુર્તિ કોણ હતા ?
– શ્રી હરિલાલ કણિયા
૧૦૧. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતુ ?
– મોંઘવારી હટાવવા
૧૦ર. ગરીબોની ઝપડીઓ સુધી સુર્ય ઉર્જા પહોંચાડનારને ઓગષ્ટ-૧૧માં રૈમન મેગ્સેસે એવોર્ડ પ્રાપ્ત થયો તે કોણ ?
– હરિશ હાંડે
૧૦૩. કઈ ગુજરાતી વિભુતિએ, ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ સુપ્રસિદ્ધ કર્યું છે ?
– ધીરૂભાઈ અંબાણી
૧૦૪. યુનોમાં પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન કોણ હતા ?
– શ્રી અટલ બિહારી બાજપાયી
૧૦પ. આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
– શ્રી એફ.ડબલ્યુ.ટેલર
૧૦૬. મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું જન્મસ્થળ કયું છે ?
– ભાવનગર
૧૦૭. ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?
– મેગેસ્થનીસ
૧૦૮. ભારતના લોખંડી પુરૂષ તરીકે કોણ ઓળખાય છે ?
– સરદાર વલ્લભભાઈ પટેલ
૧૦૯. ભારતમાં કામ કરવા બદલ કોણે નોબલ પુરસ્કાર જીત્યો છે ?
– મધર ટેરેસા
૧૧૦. સૌથી ઓછી સમયગાળા માટે રહેલા વડાપ્રધાન કોણ હતા ?
– ગુલઝારીલાલ નંદા
૧૧૧. વિખ્યાત ચિત્ર ‘સનફલાવર’ કોણ દોર્યુ હતું ?
– વિન્સેન્ટ વાન-ગો
૧૧ર. ભારતના પિકાસો કોને કહેવામાં આવે છે ?
– એમ.એફ.હુસૈન
૧૧૩. નીચેનામાંથી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ કોણ બજાવેલ નથી ?
– શ્રી ફખરૂદ્દીન અલી અહેમદ
૧૧૪. નીચેનામાંથી ભારતના કયા રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિપદનો સમયગાળો વધારે છે ?
– ડો. રાજેન્દ્ર પ્રસાદ
૧૧પ. ગુજરાતના ક્રાતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
– ક્રાંતિકારી પ્રવૃતિ સંદર્ભે અસલામતી જણાતા તેઓ લંડનથી પેરિસ ગયા અને ૧૯ર૮માં પેરિસમાં અવસાન પામ્યા
૧૧૬. સંગીત ક્ષેત્રમાં કોણ પ્રખ્યાત છે ?
– શોભા મૃદુગલ
૧૧૭. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું ?
– વિદ્યાગૌરી નિલકંઠ
૧૧૮. ઈન્ફર્મેશન ટેકનોલોજી બિઝનેસમાં અલગ ઓળખ ધરાવનાર ગુજરાતી બિઝનેસ વુમન કોણ છે ?
– રૂઝાન ખંભાતા
૧૧૯. અનસુયાબહેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન છે ?
– શ્રમ અને સંગઠન
૧ર૦. ગણિત ક્ષેત્રે અસાધારણ ક્ષમતા દર્શાવવા બદલ ‘માનવ કમ્પ્યુટર’નું બિરૂદ કોને મળ્યું છે ?
– શકુંતલાદેવી

Previous articleઅંતિમ વનડેમાં કેએલ રાહુલ કરશે ત્રણ ફેરફાર
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ