પ્રાઇવેટ સેક્ટરના કર્મીઓને મળી શકે છે મોટી રાહત

85

ડબલ થઈ શકે છે પીએફ પર ટેક્સ છૂટ : ૧ ફેબ્રુઆરીએ જ્યારે ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ થશે ત્યારે બધાની નજર નોકરીયાતને મળનારી રાહતો પર રહેશે
નવી દિલ્હી, તા.૨૩
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ જ્યારે ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરશે તો બધાની નજર નોકરીયાતને મળનારી રાહતો પર રહેશે. આશા છે કે સરકાર આ ક્લાસને ઇન્કમમાં વધારે છૂટ આપી શકે છે અને પીએફ પર મળનારી ટેક્સ છૂટ વધારી ડબલ કરી શકે છે. હાલ પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયા સુધીના અંશદાન પર જ ટેક્સ છૂટ મળે છે. આ કર્મચારીઓની સામાજિક સુરક્ષાનો સૌથી મહત્વનો વિકલ્પ માનવામાં આવે છે. જેથી સરકાર આ લિમિટને વધારવા પર વિચાર કરી શકે છે. બજેટ પહેલા થયેલી ચર્ચામાં પણ આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં સરકારી કર્મચારીઓ સાથે ખાનગી ક્ષેત્રના નોકરીયાતને પણ ૫ લાખ સુધી પીએફ અંશદાન પર ટેક્સ છૂટની વાત કરવામાં આવી છે. વિભિન્ન મંત્રાલયો અને વિભાગો સાથે થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા આખું પીએફ અંશદાન તેમનાcost-to-company (CTC)નો ભાગ હોય છે. જેમાં નિયોક્તા તરફથી જમા કરાતા પૈસા પણ સામેલ રહે છે. જેથી ૫ લાખ સુધી ટેક્સ છૂટની રાહત ખાનગી ક્ષેત્રના નોકરીયાતને મળવી જોઈએ. સરકારે બજેટ-૨૦૨૧માં પીએફ અંશદાન પર ઇન્કમ ટેક્સની છૂટની મર્યાદા ૨.૫ લાખ રૂપિયા નિર્ધારિત કરી હતી. જોકે પછી વધારીને ૫ લાખ કરી દીધી હતી પણ તેનો લાભ ફક્ત ય્ઁહ્લ અંશદાન પર એટલે કે સરકારી કર્મચારીઓને જ મળતો હતો. સરકારના આ પગલાની વિશેષજ્ઞોએ ઘણી ટિકા કરી હતી અને તેને સમાનતાના અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો હતો.ટેક્સ મામલોના જાણકાર બલવંત જૈનનું કહેવું છે કે સરકાર બજેટમાં પીએફ પર ટેક્સ છૂટની મર્યાદા વધારવાની સાથે એ શરત પણ નક્કી કરી શકે છે જે અંતર્ગત ૫ લાખ સુધી અંશદાન પર ઇન્કમ ટેક્સ છૂટ ત્યારે જ આપવામાં આવશે. જ્યારે નિયોક્તા તરફથી અંશદાન ના કરવામાં આવતું હોય. જો કર્મચારીના પીએફમાં નિયોક્તા તરફથી અંશદાન કરવામાં આવે છે તો ઇન્કમ ટેક્સની છૂટ મર્યાદા ૨.૫ લાખ રૂપિયા જ રહેશે. કારણ કે કર્મચારી જો ૨.૫ લાખનું અંશદાન કરી રહ્યો છે તો તેના નિયોક્તા પણ આટલી જ રકમ પીએફ ખાતામાં જમા કરાવશે. બન્ને મળીને ૫ લાખની લિમિટ પુરી થઇ જાય છે.

Previous articleએનડીઆરએફનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયું, ટેકનિકલ નિષ્ણાતની ટીમ તપાસ કરી રહી છે
Next articleઅરૂણાચલથી લાપતા યુવકને ચીની ઁન્છએ શોધી કાઢ્યો