ભાવનગરમાં પાછોતરા વરસાદથી નુકસાન બદલ ખેડૂતોને સહાય ચુકવવાની શરૂઆત, અત્યાર સુધીમાં 27 હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ

98

જિલ્લામાંથી 1,59,353 ઓનલાઈન અરજીઓ આવી
ભાવનગર જિલ્લામાં વર્ષ 2021ના ચોમાસાની સીઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સરકારે સહાય આપવાની શરૂઆત કરી છે. જિલ્લામાં 1,59,353 અરજીઓ ઓનલાઈન આવી હતી. આ અરજીઓમાં 1.49 લાખનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. ગ્રામ સેવકને જરૂરિયાતના કાગળો જમા કરાવવામાં ખેડૂતોની સંખ્યા 1,51,342 છે. ખેતીવિભાગના ડી પી જાદવે જણાવ્યું હતું કે, હાલમાં 27078 ખેડૂતોને 26 કરોડ 42 લાખ સહાય ચુકવવામાં આવી છે.

જિલ્લામાં ચોમાસાની સીઝનમાં મુખ્ય પાક જોઈએ તો કપાસનું 2.22 લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતું. જ્યારે મગફળીનું 1.17 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ ઉપરાંત બાજરીનું 17 હજાર હેક્ટરમાં વાવતરે અંદાજે થયુ હતું. હવે સરકારે સહાયમાં પડેલા સ્ટેપ જોઈએ તો એક હેક્ટર દીઠ 6800 અને બે હેક્ટર સુધી 13600 આપવાની જાહેરાત કરી છે. એક હેક્ટરથી નીચેની જમીન વાળા ખેડૂતોને અંદાજે 4 હજાર જેવી રકમ ચુકવવામાં આવશે. આમ જિલ્લામાં 1.59 લાખ ઓનલાઈન અરજીની રકમ અંદાજે 170 કરોડ આસપાસ થવાની શક્યતા છે.

Previous articleજિલ્લા કલેક્ટરની ઉપસ્થિતમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું
Next articleભાવનગરમાં યુવતીને મોબાઈલમાં મેસેજ કરવા મુદ્દે મારામારી, એક મહિલા સહિત 4ને ઈજા