ગણતંત્ર દિવસની પરેડને લઇને ગાઇડલાઇન, પરેડમાં ફૂલ્લી વેક્સિનેટેડ લોકો જ આવી શકશે

316

નવીદિલ્હી,તા.૨૪
ગણતંત્ર દિવસની પરેડને હવે ગણતરીના દિવસ રહ્યા છે ત્યારે કોરોનાકાળમાં કોઇ ચૂક ન થાય આથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ગણતંત્ર પરેડમાં સામેલ થનારા લોકો ફૂલ્લી વેક્સિનેટેડ હશે તો જ તેમને અન્ટ્રી મળશે. ૧૫ વર્ષથી નાની ઉમરના બાળકો સમારોહમાં આવી શકશે નહી. દિલ્હી પોલીસે સોમવારે નવી ગાઇડલાઇન જારી કરીને કહ્યું કે કોવિડ-૧૯ની રસી લીધેલાને જ ૨૬ જાન્યુઆરીએ રાજપથ ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેવા દેવામાં આવશે. જેઓએ બંને ડોઝ લીધા છે તેમને જ હાજર રહેવાની મંજૂરી છે અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઇવેન્ટમાં હાજરી આપવાની મંજૂરી નથી. રાજપથ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન, લોકોને માસ્ક લગાવવા, સામાજિક અંતર જાળવવા અને કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. પોલીસે ટિ્‌વટ કર્યું કે સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-૧૯ રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. મુલાકાતીઓને વિનંતી કરવામાં આવે છેપોલીસે જણાવ્યું હતું કે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવાની મંજૂરી નથી. નોંધનીય છે કે કોવિડ રસી અભિયાન ગયા વર્ષે ૧૬મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને આ મહિનાથી ૧૫-૧૮ વર્ષની વય જૂથના કિશોરો માટે પણ તેની શરૂઆત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે મુલાકાતીઓ માટે સવારે ૭ વાગ્યે બેસવા માટે વિભાગો ખોલવામાં આવશે અને તેઓ તે મુજબ પહોંચશે. પોલીસે જણાવ્યું હતું પાર્કિંગની જગ્યા મર્યાદિત હોવાથી, મુલાકાતીઓને કાર પૂલ કરવા અથવા ટેક્સીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પોલીસે લોકોને માન્ય ઓળખ આપી તેમને પત્ર લાવવા અને સુરક્ષા તપાસમાં સહકાર આપવા પણ વિનંતી કરવામાં આવી છે. પોલીસે ટિ્‌વટ કર્યું છે કે રિમોટ કંટ્રોલ કારના લોકની ચાવી દરેક પાર્કિંગ એરિયામાં રાખવી પડશે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ રવિવારે કહ્યું કે રાજધાનીમાં ગણતંત્ર દિવસના અવસર પર સુરક્ષા માટે ૨૭ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર અને ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપી છે. અસ્થાનાએ કહ્યું કે સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કમાન્ડો, અધિકારીઓ અને જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસ પર સુરક્ષા વ્યવસ્થા અંગે મીડિયા સાથે વાત કરતા અસ્થાનાએ કહ્યું હતું કે દિલ્હીમાં ૭૧ ડીસીપી, ૨૧૩ એસીપી અને ૭૫૩ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. પરેડની સુરક્ષા માટે ૨૭,૭૨૩ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમને મદદ કરવા માટે સેન્ટ્રલ આર્મ્‌ડ પોલીસ ફોર્સની ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં દિલ્હી પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને આતંકવાદ વિરોધી પગલાંને વધુ મજબૂત બનાવ્યા છે.

Previous articleસેન્સેક્સમાં ૧૫૪૬, નિફ્ટીમાં ૪૬૮ પોઈન્ટનો કડાકો
Next articleરાષ્ટ્રીય મતદાતા દિવસ, ભાવનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરવામાં આવી