આજે ભાવનગરમાં ૩૧૫ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૯૧ કોરોનાને માત આપી, જ્યારે ગ્રામ્યમાં ૧નું મોત

108

શહેરમાં ૨૮૦૬ અને ગ્રામ્યમાં ૨૪૬ દર્દીઓ મળી કુલ ૩૦૫૨ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે ૩૧૫ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૯૩ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૦૩ પુરુષનો અને ૯૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૯૦ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૨ કેસ નોંધાયા હતા, જેમાં ૧૬ પુરુષનો અને ૬ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૦૧ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં એક નું મોત થયું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૯૦ અને તાલુકાઓમાં ૧૦૧ કેસ મળી કુલ ૪૯૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૮૦૬ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨૪૬ દર્દી મળી કુલ ૩૦૫૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૭ હજાર ૩૩૧ કેસ પૈકી હાલ ૩૦૫૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૧૨ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleફિંગપ્રિન્ટના આધારે 7 મહિના બાદ લાપત્તા માતા મળી આવ્યા, આધારકાર્ડ બન્યું ‘આધાર’
Next articleસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-ઘોઘા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ