૧૩૪૦૦૬ નાગરિકો સ્ટેબલ છે, ૯,૪૮,૪૦૫ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ લઇ ચુક્યા છે
ગાંધીનગર, તા.૨૫
ગુજરાતમાં કોરોનાએ ગઈકાલની સરખામણીએ આજે ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે નવા ૧૬૦,૬૦૮ નવા કેસ આવ્યા છે. આજે સૌથી વધુ ૨૮ લોકોના મોત થયા છે. તો બીજી તરફ ૧૭,૪૬૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૪૮,૪૦૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને ૮૬.૭૭ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૨,૪૩,૮૧૧ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૩૪૨૬૧ કુલ કેસ છે. જે પૈકી ૨૫૫ વેન્ટિલેટર પર છે. ૧૩૪૦૦૬ નાગરિકો સ્ટેબલ છે. ૯,૪૮,૪૦૫ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. ૧૦૩૦૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. જ્યારે આજે સૌથી વધુ ૨૮ લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના ૧૬૬૦૮ કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ ૫૩૮૬, વડોદરામાં ૩૮૦૨ કેસ, રાજકોટમાં ૧૬૪૯, સુરતમાં ૧૪૭૬ કેસ, ભાવનગરમાં ૩૧૫, જામનગરમાં ૪૪૬, ગાંધીનગરમાં ૪૮૦ કેસ, મહેસાણામાં ૨૭૭, ભરૂચમાં ૨૭૩, મોરબીમાં ૨૫૪ કેસ, કચ્છમાં ૨૪૪, વલસાડમાં ૨૩૮, પાટણમાં ૧૯૬ કેસ, બનાસકાંઠામાં ૧૭૨, સાબરકાંઠામાં ૧૫૯, આણંદમાં ૧૫૬ કેસ, અમરેલીમાં ૧૫૧, ખેડામાં ૧૩૬, સુરેન્દ્રનગરમાં ૧૨૪ કેસ, પંચમહાલમાં ૯૮, જૂનાગઢ ૧૪૯, તાપીમાં ૭૭ કેસ, દાહોદમાં ૧૪૧, ગીરસોમનાથમાં ૩૮, પોરબંદરમાં ૨૭ કેસ, દ્વારકામાં ૨૨, છોટાઉદેપુરમાં ૨૦, મહિસાગરમાં ૧૬ કેસ, નર્મદામાં ૧૩, ડાંગમાં ૧૦ અને અરવલ્લીમાં ૯ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આજે સૌથી વધુ કોરોનાથી ૨૮ લોકોના મોત થયા છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૦ ને પ્રથમ ૪૮૫ ને રસીનો બીજો ડોઝ અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૦૦૭ને પ્રથમ ૨૪૮૯૧ ને રસીનો બીજો ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૯૬૮૩ ને પ્રથમ ૭૦૫૭૯ ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૪૬૬૨૬ રસીના ડોઝ જ્યારે ૬૫૫૧૦ ને પ્રીકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ ૨,૪૩,૮૧૧ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૬૭,૫૯,૪૨૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.