ભારતીય ટીમનો બીજો કોહલી ઋતુરાજ ગાયકવાડ

365

નવી દિલ્લી,તા.૨૫
ઋતુરાજ ગાયકવાડ ધુંવાધાર બેટિંગ માટે જાણીતો છે. તે પોતાના અંગત જીવનને લઈને પણ હાલ ખુબ ચર્ચામાં છે. હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્‌સમેન ઋતુરાજ ગાયકવાડ અને મરાઠી અભિનેત્રી સયાલી સંજીવના પ્રેમની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝમાંથી ઈશારા મળ્યા છે. પરંતુ ઋતુરાજે સયાલી સાથેની નિકટતાની પુષ્ટિ કરી નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કોણ છે સાયલી અને શા માટે તે આટલી ફેમસ છે. સયાલી સંજીવ ટીવી પર એક મ્યુઝિક વિડીયોમાં આવી જેમાં સુશાંત શેલાર તેની સાથે હતો, તેણીને 9x 9x Jhakaas Top Contestની ટોપ-૧૦ શ્રેષ્ઠ નાયિકાઓમાં સામેલ કરવામાં આવી હતી. મોડેલિંગમાં સાહસ કર્યા પછી સયાલી સંજીવે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં રાજુ પારસેકરની ફિલ્મ પોલીસ લાઇન્સ-એક પૂર્ણ સત્યનો સમાવેશ થાય છે, જેમાં સંતોષ જુવેકરે પણ અભિનય કર્યો હતો. આ સિવાય તેણે અટપાડી નાઈટ્‌સ, મન ફકીરા, એબી એન્ડ સીડી અને ધ સ્ટોરી ઓફ પૈથાની જેવી ફિલ્મો પણ કરી હતી. સયાલી સંજીવે એચપીટી આર્ટ્‌સ એન્ડ આરવાયકે સાયન્સ કોલેજHPT Arts and RYK Science College, નાસિકમાંથી BA Politics ની ડિગ્રી મેળવી છે. તેને કોલેજની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. પછી તેણે અભિનયને તેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેણીએ u Swarovski Gems, Dentzz, Quikr અને બિરલા આઈકેર માટે મોડલિંગ પણ કર્યું છે. સયાલી સંજીવને ઝી મરાઠીની ટીવી સિરિયલ કાહે દિયા પરદેસ દ્વારા ઘણી ખ્યાતિ મળી હતી. તેનું પાત્ર ’ગૌરી’ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. સયાલી સંજીવનો જન્મ ૧૯૯૩માં થયો હતો. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના દ્વારા શેર કરાયેલા ફોટાને લોકો ખૂબ પસંદ કરે છે. સયાલી સંજીવે નાના પડદા પર પરફેક્ટ પતિ, ગુલમોહર જેવા શો દ્વારા ઘણી સફળતા મેળવી. હાલમાં જ તેણે ટીવી સિરિયલ શુભમંગલ ઓનલાઈનમાં કામ કર્યું છે.

Previous articleડેટિંગની ખબર સાંભળી હું અને ઝહીર હસ્યા હતા : સોનાક્ષી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે