ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે ખાનગી દવાખાનું પરીક્ષણ કરતો હોવાની જાણ જિલ્લા આરોગ્ય વિભાગને થતા ટીમએ છટકુ ગોઠવી ગોરખ ધંધા કરતો તબીબ હાથો હાથ ઝડપાઈ જવા પામ્યો છે.
સમગ્ર બનાવ અંગે આધાર ભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર જિલ્લામાં આવેલ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં સરકારી નિયમોની અવગણના કરી કેટલાક તબીબો આર્થિક લાભ હેતુસર સગર્ભા મહિલાઓ પાસેથી માતબર રકમ વસુલી ગર્ભસ્થ શિશુઓની જાતીનું પરિક્ષણ કરતા હોય છે આવા જ એક કિસ્સામાં ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી પટેલને ફરિયાદ મળી હતી કે શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં ગાયનેક હોસ્પિટલ ધરાવતો તબીબ અજય રામાણી (મહાદેવ મેટરનિટી હોમ)મો માગ્યા પૈસા વસુલી જાતિ પરિક્ષણ કરે છે જેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમએ છટકુ ગોઠવી એક સગર્ભા મહિલાને તબીબ પાસે મોકલી હતી જે મહિલા પાસેથી તબીબે રૂા.૧૦ હજાર વસુલી ગર્ભસ્થ બાળકની જાતિ જણાવતા આરોગ્ય વિભાગના અધિકારીઓએ તબીબ અજય રામાણીને રંગે હાથ ઝડપી લઈ બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.