પંડિત દીનદયાળ ભવન ખાતે ભાવનગર શહેર ભાજપ દ્વારા લોકશાહીના મહાપર્વ સમાન ૭૩ માં “પ્રજાસત્તાક દિનની” ત્રિરંગા વંદન સાથે ઉજવણી.

87

ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને તેજસભાઈ જોશીની યાદી જણાવે છે કે, ગત ૨૬- જાન્યુઆરી ૨૦૨૨ અને ગુરુવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર સંગઠન દ્વારા મર્યાદિત સંખ્યામાં હાજર રહીને લોકશાહીના મહાપર્વ એવા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલ.

આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ અને તેમના દ્વારા પ્રજાસત્તાક દિન, લોકશાહી, રાષ્ટ્રપ્રેમ અને નાગરિક તરીકે આપણી ફરજો બાબત માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગરના પ્રભારી અને વન અને પર્યાવર્ણ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, મહામંત્રી યોગેશભાઈ બદાણી અને ડી.બી.ચુડાસમા, મેયર કિર્તીબેન દાણીધરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, સમગ્ર શહેર તેમજ વોર્ડ સંગઠન, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વિવિધ સેલ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને કાર્યકરો, સંગઠનના પૂર્વ હોદ્દેદારો, આગેવાનો, સહિત વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના સંચાલનની જવાબદારી શહેર ભાજપ મંત્રી પાર્થભાઈ ગોંડલિયાએ સંભળેલ, જ્યારે આભારવીધી ઉપપ્રમુખ હરેશભાઈ મકવાણાએ કરેલ.

Previous articleભાવનગરના મોટા સુરકા પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણક્ષેત્રમાં તેમણે કરેલાં નવતર પ્રયોગો દ્વારા બાળકોને શિક્ષણ પૂરું પાડ્યુ
Next articleભાવનગર રેલ્વે ડિવિઝનમાં ૭૩માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી