ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ૭૩માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સુનિલ આર. બારાપાત્રે રેલ્વે સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે રેલવે પ્રોટેક્શન ફોર્સ, સિવિલ ડિફેન્સ, સ્કૂલ ટ્રૂપ અને સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના જવાનોએ પરેડની ઝાંખી રજૂ કરી હતી. પરેડનું નેતૃત્વ મહાવીરસિંહે કર્યું હતું અને વિકાસ દુબેએ મદદ કરી હતી. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજરે આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો અને તેમણે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને ૭૩માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ટોલી અને ઈસરો નામના કૂતરા દ્વારા અલગ-અલગ પરાક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજરે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન બદલ કર્મચારીઓને પુરસ્કાર આપ્યા હતા. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ હોસ્પિટલ, કોચિંગ ડેપો સહિત તમામ સ્ટેશનો પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.