મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં ૭૩ માં ગણતંત્ર દિવસની ઉજવણી ૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૮ઃ૧૫ કલાકે અંગ્રેજી ભવનના યજમાન પદે કરવામાં આવેલ હતી .
આ ઉજવણી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ standard operating procedures ના પાલન સાથે યોજવામાં આવેલ . આ પ્રસંગે વિશ્વવિધાલયના માનનીય કુલપતિશ્રી ડૉ . મહિપતસિંહજી ચાવડા દ્વારા ધ્વજારોહણ અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવેલ . આ ઉદ્દબોધનમાં માનનીય કુલપતિશ્રીએ શૈક્ષણિક , સંશોધન , ખેલ – કુદ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ઉપલબ્ધિઓને બિરદાવીને અભિનંદન આપ્યા હતા . કોનાના કપરા સમયમાં પણ યુનિવર્સિટી દ્વારા સમયસર પ્રવેશ , સમયસર પરીક્ષા તેમજ સમયસર પરિણામ ચોકસાઈપૂર્વકના આયોજનથી કરી શક્યા છીએ , એ વાતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલ હતો . સ્વતંત્ર્યવિરોને યાદ કરી , શ્રધ્ધાસુમન અર્પણ કરી , ભારત કઈ રીતે વિકાસની નવી મંઝિલો હાસિલ કરી રહ્યું છે અને તેમાં વિશ્વવિદ્યાલય અને તેના વિદ્યાર્થીઓ કઈ રીતે સકારાત્મક યોગદાન આપી શકે તેનું માર્ગદર્શન માનનીય કુલપતિ દ્વારા તેમના ઉોધનમાં આપવામાં આવેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમ રાખવામાં આવેલ ન હતા અને સાદાઈથી કાર્યક્રમ કરવામાં આવેલ . સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી ભવનની વિદ્યાર્થીની કુ . ધ્વનિ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ હતું .