આજે ભાવનગરમાં ૨૬૩ નવા કોરોનાના કેસ નોંધાયા, ૬૨૦ કોરોનાને માત આપી, જયારે ૨ના મોત

94

શહેરમાં ૨૧૮૧ અને ગ્રામ્યમાં ૨૦૩ દર્દીઓ મળી કુલ ૨૩૮૪ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં ૧૦ જેટલા મોત નિપજ્યા હતા, આજે શહેર અને ગ્રામ્યમાં એક-એક મોત નીપજ્યું હતું, મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો, જેમાં શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતી અને મુક્તાલક્ષ્મી શાળામાં ઘોરણ – ૯માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થીની અને બીજું મોત ગ્રામ્યમાં પાલીતાણામાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધ પુરુષનું મોત થયું હતું, ભાવનગર જિલ્લામાં આજે ૨૬૩ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૩૩ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૬૧ પુરુષનો અને ૭૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ૫૨૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૩૦ કેસ નોંધાયા હતા, જેમાં ૧૮ પુરુષનો અને ૧૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૫૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેર અને ગ્રામ્યમાં એક-એક મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૬૫ અને તાલુકાઓમાં ૫૫ કેસ મળી કુલ ૬૨૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૧૮૧ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨૦૩ દર્દી મળી કુલ ૨૩૮૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૭ હજાર ૫૯૦ કેસ પૈકી હાલ ૨૩૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૧૪ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ. દ્વારા ૭૩માં ગણતંત્ર દિવસની આન, બાન અને શાનથી ઉજવણી
Next articleશિશુવિહાર પ્રાંગણમાં ૭૩મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો