શિશુવિહાર ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગર ગુરૂદ્વારા સમિતિના સ્થાપક પરિવારજન ગુલાબસિંહ જેઠડાના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયેલ આ સમયે ક્રીડાંગણના તાલીમાર્થીઓની બેન્ડ સલામી સાથે મોંઘીબેન બધેકા બાલમંદિર દ્વારા ૭૮મા અનુભવ તાલીમ વર્ગની ૫ શિક્ષિકા બહેનોને પ્રમાણપત્ર અને રૂપિયા ૧૬,૦૦૦ કોલરશીપથી પ્રોત્સાહિત કરવામાં આવી. સંસ્થાના ટ્રસ્ટી ઇન્દિરાબેન ભટ્ટ, શબનમબહેન કપાસી, ડૉ મનીષભાઈ વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા માન્ય કરાયેલ ૯ ગવર્નર સ્કાઉટનું વિશેષ અભિવાદન કરાયું. આ ઉપક્રમે ૧૫ સીવણ તાલીમાર્થી બહેનો તેમજ તેમના શિક્ષક ગુલાબબા ગોહિલનું વિશેષ અભિવાદન થયું. શિશુવિહાર પ્રાંગણમાં છેલ્લા ૮૪ વર્ષથી ચાલતી સર્વાંગી તાલીમનું સંકલન હરીશભાઈ ભટ્ટ તથા કમલેશભાઈ વેગડે કર્યું હતું.