સિહોરની સંસ્કૃતિ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

91

સિહોરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટ્રી અશોકભાઈ ઉલવાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના મેનેઝિંગ ટ્રસ્ટી રાજુભાઈ દેસાઈ, ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ મહેતા, ટ્રસ્ટી અને સંચાલક પી. કે. મોરડીયા ઉપસ્થિત રહ્યા હતાં.
વિદ્યાર્થીઓ, દ્વારા પરેડ, માસ પી.ટી, દેશભક્તિ ગીત, નાટક, યોગા, માર્શલઆર્ટ, નૃત્ય, સ્કેટિંગ જેવી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા પ્રજાસત્તાક દિનને અનુરૂપ વ્યક્તવ્ય તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ પૂર્ણ કરી શાળાના ટ્રસ્ટ્રી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા છેલ્લે ઈનામ વિતરણ કરવામાં આવ્યો હતો.

Previous articleશિશુવિહાર પ્રાંગણમાં ૭૩મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
Next articleસિહોરની એલ.ડી. મુની હાઈ.મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયો ‘શક્તિ વંદના’ કાર્યક્રમ