ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સિહોરની એલ. ડી. મુનિ હાઈસ્કૂલમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. હાલ એલ. ડી. મુનિ હાઈસ્કૂલ શતાબ્દી વર્ષ ‘સારસ્વતેયમ’ની ઉજવી રહ્યું છે ત્યારે દેશના વિકાસમાં નારીશક્તિના યોગદાનને બિરદાવવા સમગ્ર કાર્યક્રમ ‘શક્તિ વંદના’ શીર્ષક હેઠળ ઉજવવામાં આવેલ ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના માનદમંત્રી અશ્વિનભાઈ ગોરડીયાના પ્રમુખ સ્થાને યોજાયેલ કાર્યક્રમમા દિનેશભાઇ દુધેલા, વિનુભાઈ સોની, ડો. મહાસુખરાય ધંધૂકીયા ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે ડો. ઇલાબેન જાની, રેખાબેન પાઠક, વહિદાબેન પઢિયાર, પન્નાબેન, વકીલ, ઇલાબેન, શિવાનીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા મીનાક્ષીબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. શાળાના આચાર્ય શિવભદ્રસિહ ગોહિલ દ્વારા શાબ્દિક સ્વાગત,શિક્ષક ડો. અલ્પેશભાઈ ચૌહાણ દ્વારા લેખન કરાયેલ શાળાની સો વર્ષની વિકાસગાથા, શિક્ષિકા રીપલબેન દ્વારા અભિવ્યક્ત કરી હતી ભાવવિભોર બનાવી દીધા. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કથ્થક નૃત્ય વડે કૃષ્ણ વંદના, દેશભક્તિ ગીત, એકપાત્રીય અભિનય, સોલો ડાન્સ, ફ્યૂઝન ડાન્સ રજૂ કરવામાં આવ્યા. સાથે ભગિની સંસ્થા જે. જે. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા સમૂહ ગીત ‘યશગાથા ગુજરાતની’ રજૂ કરાયું. સાથે વિદ્યાર્થીઓના વક્તવ્ય દ્વારા ભારત દર્શન કરાવેલ
જે. જે. મહેતા હાઈસ્કૂલના આચાર્યા અમીષાબેન પટેલ તથા મીનાક્ષીબેન દ્વારા વક્તવ્ય રજૂ કરાયું. સંસ્થાના માનદ મંત્રી ભરતભાઇ મલુકા દ્વારા કાર્યક્રમના આયોજન અને તેના હેતુઓ વિશે વક્તવ્ય રજૂ કરાયું.