મોદીએ રાષ્ટ્રપતિના અંગરક્ષક ઘોડા વિરાટને રિટાયરમેન્ટની વિદાઈ આપી
નવીદિલ્હી,તા.૨૭
દેશમાં ૭૩મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો.રાજપથ પર દેશના શૌર્ય અને સંસ્કૃતિનો મેગા શો રજૂ કરવામાં આવ્યો હતો. સેનાએ તેની તાકાત બતાવી અને વિવિધ રાજ્યોની ઝાંખીએ સાંસ્કૃતિક રંગનો ચિતાર આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી તેમણે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું. વડાપ્રધાને છેલ્લે રાષ્ટ્રપતિના અંગરક્ષક ઘોડા એવા વિરાટને પણ રિટાયરમેન્ટની વિદાઈ આપી હતી. રાષ્ટ્રગીતના ગાન અને ૨૧ તોપની સલામી પછી રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્વર્ગસ્થ છજીૈં બાબુ રામને અશોક ચક્ર આપીને સન્માનિત કર્યા હતા. તેમની પત્ની રીતા રાનીએ શાંતિકાળમાં વીરતાના સૌથી મોટા અવૉર્ડને ગ્રહણ કર્યો હતો. રાજપથ પર લગભગ ૯૦ મિનિટ સુધી આ પરેડ ચાલી હતી. એમાં આર્મીએ મહિલાઓની પ્રગતિ અંગેનો એક ચિતાર આપ્યો હતો. આર્મી, એરફોર્સ અને નેવીની બટાલિયનોનાં મહિલા અધિકારીઓએ તિરંગાને સલામી આપી હતી. લેફ્ટનન્ટ મનીષા બોહરાએ ઓલ મેલ કોન્ટિજેન્ટનું નેતૃત્વ કર્યું હતું. આ પહેલાં તેણે સેના દિવસના પ્રસંગે પણ નેતૃત્વ કર્યું હતું. તે ઓલ મેલ આર્મી ઓર્ડિનન્સ રેજીમેન્ટને લીડ કરનારી પ્રથમ મહિલા છે. આ વખતે ગણતંત્ર દિવસ પર કોઈ પરંપરાના કાર્યક્રમનો હિસ્સો નહોતી. પરેડ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. સતત બીજી વખત કોઈ વિદેશી મહેમાન આવ્યા નથી. ફુલ્લી વેક્સિનેટેડ લોકો જ પરેડમાં સામેલ થયા હતા. આર્મીની બટાલિયનો ૫૦, ૬૦ અને ૭૦ના દાયકાના યુનિફોર્મમાં પરેડ કરતી જોવા મળી હતી. પરેડમાં ૭૫ એરક્રાફટનું મેગા ફ્લાય-પાસ્ટ કરવામાં આવ્યું. આ દરમિયાન કોકપિટમાં બેઠેલા પાયલોટ્સે તેનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું. રાજપથની ઉપર રાફેલ વિમાને ઉડાન ભરી અને ધ્રુવ હેલિકોપ્ટર્સે આકાશમાં તિરંગો ફરકાવ્યો. ૫ રાફેલ ફાઈટર જેટ્સે વિનાશ ફોર્મેશનમાં ઉડાન ભરી. ૭૫ એરક્રાફ્ટસે પ્રથમ વખત મેગા ફ્લાય-પાસ્ટ કર્યું છે. આ ફ્લાય-પાસ્ટ આઝાદીના અમૃત મહોત્સવના પ્રતીક તરીકે કરવામાં આવ્યું છે. નેશનલ વોર મેમોરિયલમાં જવાનોને સલામી આપવા ગયેલા વડાપ્રધાન મોદીએ આજે કુર્તો-પાયજામો પહેર્યો હતો. ગળામાં મણિપુરનો ગમછો અને માથા પર કાળા રંગની ઉત્તરાખંડી ટોપી પહેરી હતી. આ ટોપીની ખાસિયત એ હતી કે એના પર બ્રહ્મકમલ હતું, જેને ખાસ સ્વર્ગસ્થ ઝ્રડ્ઢજી બિપિન રાવત પહેરતા હતા. ગણતંત્ર દિવસે વડાપ્રધાન મોદી દ્વારા આ ટોપી પહેરવી એ તેમના તરફથી જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હોવાનું માનવામાં આવે છે. તેમના આ અંદાજને ચૂંટણીનો રંગ પણ માનવામાં આવે છે. નોંધનીય છે કે ઉત્તરાખંડ અને મણિપુરમાં ચૂંટણી આવી રહી છે. આ બંને રાજ્યના સંકેત તરીકે માનવામાં આવે છે.