પ્રાંત અધિકારીને રજૂઆત કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં માલધારી યુવાન કિશન બોળીયાની જાહેરમાં અસામાજીક તત્ત્વો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવને સમગ્ર સિહોર હિંદુ સમાજે વખોડીને વિરોધ દર્શાવ્યો છે. આવા અસામાજિક તત્ત્વોને કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે સિહોર વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું.
ધંધુકામાં મર્ડરની ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. ધંધુકામાં માલધારી સમાજનાં યુવા આગેવાન કિશન શિવાભાઈ બોળીયા નામના યુવાનની હત્યાનો ભાવનગર જિલ્લામાં પણ પ્રત્યાઘાત પડી રહ્યા છે. સિહોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિધર્મી યુવાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને પ્રાંત અધિકારી અને સિહોર પોલીસ સ્ટેશનને આવેદન પાઠવીને કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી.