શહેરમાં ૧૯૬૧ અને ગ્રામ્યમાં ૧૯૦ દર્દીઓ મળી કુલ ૨૧૫૧ એક્ટિવ કેસ, ૪૩૭ કોરોનાને માત આપી
ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં ૧૩ જેટલા મોત નિપજ્યા હતા, આજે શહેર બે અને ગ્રામ્યમાં એક મોત નીપજ્યું હતું, મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો, જેમાં શહેરના મતવા ચોક વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય વૃદ્ધ પુરુષ અને બીજું શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય પુરુષ તથા ત્રીજું ગ્રામ્યમાં મહુવામાં રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધ પુરુષનું મોત થયું હતું, ભાવનગર જિલ્લામાં આજે ૨૦૮ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૮૫ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૩૧ પુરુષનો અને ૫૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૪૦૨ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૩ કેસ નોંધાયા હતા, જેમાં ૧૬ પુરુષનો અને ૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૩૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેર ૨ અને ગ્રામ્યમાં એક મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૨ અને તાલુકાઓમાં ૩૫ કેસ મળી કુલ ૪૩૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૯૬૧ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૯૦ દર્દી મળી કુલ ૨૧૫૧ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૦૬૧ કેસ પૈકી હાલ ૨૧૫૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૧૭ દર્દીઓનું અવસાન થયું છે.