રાજ્યકક્ષાની શાળાકીય રમત કુસ્તીનું આયોજન દેવભૂમિ દ્વારકામાં આયોજન થયેલ જેમાં જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરવા માટે મોડેલ ડે સ્કૂલ, સણોસરાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પરમાર અસ્મિતાબેન વી, ઝાપડીયા અસ્મિતાબેન કે અને જાદવ શીતલબેન બી, ત્રણેય બહેનોએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. જેઓને મોડેલ ડે સ્કૂલ, સણોસરાના આચાર્યશ્રી ડોં.મનોજભાઈ જી ચૌહાણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને જીવનમાં વધુ પ્રગતિ કરવા અભિનંદન પાઠવ્યા હતા.