૩,ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર દ્વારા ૭૩માં પ્રજાસતાક પર્વની પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી ભાવનગર જીલ્લા નાં મહુવા તાલુકાના કરમદીયા ગામે ૫૬, રાષ્ટ્રીય રાઈફલ્સમાં ફરજ બજાવતા સિગ્નલમેન શહીદ દેવાભાઈ પરમારનાં વતન પર જઈને પુષ્પ ગુચ્છ અને સ્મૃતિભેટ આપી સલામી સાથે શત-શત વંદન કાર્યક્રમ યોજાયો.
જેમાં શહીદ પરિવારની ૩,ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ત્યાગરાજન સાહેબ, (એ.એન.ઓ) ફ્લાઈંગ ઓફિસર ડૉ. વિરમદેવસિંહ બી. ગોહિલ, પી. આઈ. સ્ટાફ અને એન.સી.સી કેડેટ્સ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૦૧૭ માં શહીદ થયેલા પરિવારને ડીફેન્સ વિભાગના ઓફિસરો દ્વારા રૂબરૂ મળીને સહાનુભૂતિ, લાગણીનો ભાવ પુરો પાડી સાથે તેમની કોઇપણ મુંજવણ, કે સમસ્યા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી તત્કાલ નિકાલ કરવા અંગેનો હતો.