ઉમરાળા તાલુકાના દડવા ગામથી લોકોએ ૧૭૦ આખલા પાંજરાપોળ મોકલ્યા

86

ઉમરાળા તાલુકાના દડવા ગામથી ૧૭૦ નંદી આખલા શ્રીનાથજી પાંજરાપોળ અમદાવાદ મોકલાયા આ સેવાકીય કાર્યમાં દડવા ગામના સેવાભાવી અશ્વિનભાઈ માંગુકિયા આપ સહમંત્રી ભાવનગર જિલ્લા અને દિનેશભાઈ માંગુકિયા તથા દડવા ગામના સેવાભાવી યુવાનો દ્વારા સુરતમાં વસતા ગ્રામજનો અને ગામમાંથી લોકફાળો કરી દડવા ગ્રામજનો આખલાઓના કારણે હેરાનગતિ વેઠતા હતા જ્યારે સીમમાં પણ આખલાઓનો ભારે ત્રાસ રહે છે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં ભારે નુકશાન કરતા આખલાને દડવા ગામના અશ્વિનભાઈ માંગુકિયા અને દિનેશભાઈ માંગુકિયા અને ગ્રામજનો સાથે યુવાનો દ્વારા લોકફાળો કરી ૧૭૦ આખલા શ્રીનાથજી પાંજરાપોળ અમદાવાદ મોકલી દડવા ગામને અને ખેડૂતોને આખલાના ત્રાસ માંથી મુક્ત કરાવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આસપાસના ગ્રામજનો ખેડૂતોને પણ આખલાને પાંજરાપોળ મોકલવા પ્રેરણા લેવા અનુરોધ કરાયો.

Previous articleઆઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એન. સી. સી. ભાવનગર દ્વારા શહીદો માટે શત-શત વંદન કાર્યક્રમ યોજાયો
Next articleપાર્ટીમાં કરીના કપૂર અને મલાઈકાએ ટિ્‌વનિંગ કર્યું