ધંધુકામાં કિસન હત્યા કેસમાં ઝડપી ન્યાય અપાશે : ગૃહમંત્રી
ધંધુકામાં કિસન ભરવાડ ઉપર થયેલ ગોળીબાર બાદ તેનુ મૃત્યુ થતા ધંધુકા સહિત સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ધંધુકા જડબેસલાક બંધ રહયા બાદ વીએચપી અને અન્ય હિંદૂ સંગઠનો દ્વારા ઠેર ઠેર બંધ ની અપીલ કરી મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવી રહયા છે. જોકે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બનાવના પગલે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા ખાતે દોડી આવ્યા હતા.રસ્તામાં બગોદરા સર્કિટ હાઉસ ખાતે તેમને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ તેઓ સીધા ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે આવેલા સવગુણ મંદિર ખાતે પહોંચી ત્યાં થોડી વાર રોકાણ બાદ તેઓ મૃતક કિશન ભરવાડના ગામ ચચાણા ખાતે પહોંચી જઈ તેમના પરિવાર ને સાંત્વના પાઠવી હતી. ગૃહમંત્રી સાથે વન અને પર્યાવરણ મંત્રી કીરીટ સિંહ રાણા, પૂર્વ સાંસદ અને મહંત શંભુ પ્રસાદ ટૂંડિયા, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા, લાલજી મેર, ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.