એક સમયે નાગા ચૈતન્યના પ્રેમમાં હતી શ્રુતિ હાસન

103

મુંબઈ,તા.૨૯
એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ એવો એક્ટર કે એક્ટ્રેસ હશે જેના અફેરની અફવા ઉડી ન હોય. શ્રુતિ હાસન પણ પણ તેમાંથી એક છે. શ્રુતિનું નામ ક્યારેક રણબીર કપૂર તો ક્યારેક સામંથા રુથ પ્રભુના એક્સ પતિ નાગા ચૈતન્ય સાથે જોડાયું. જો કે, શ્રુતિએ રણબીર સાથે પોતાનું અફેર હોવાની ખબરને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. હાલ નાગા ચૈતન્યા એક્સ પત્ની સામંથા સાથેના ડિવોર્સની ખબરને લઈને ચર્ચામાં છે. તો શ્રુતિ શાંતનુ હઝારિકાને ડેટ કરી રહી છે. શ્રુતિ અને નાગા રિલેશનશિપમાં હોવાનો કિસ્સો ત્યારનો છે જ્યારે નાગા ચૈતન્ય અને સામંથાના લગ્ન પણ થયા નહોતા. કેટલાક મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, વર્ષ ૨૦૧૩માં બંને એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવાના હોવાની ખબરો પણ વહેવા લાગી હતી. એક એવોર્ડ શોમાં પણ બંનેની નિકટતા જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે, બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા, પરંતુ તેઓ પોતાના જીવન સાથે જોડાયેલો સૌથી મોટો નિર્ણય લે તે પહેલા બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. બંને અલગ થયા તે પાછળની કહાણી પણ ચોંકાવનારી છે. ચર્ચા છે કે, બંનેના અલગ થવા પાછળનું કારણ શ્રુતિની બહેન અક્ષરા હતી. શ્રુતિ હાસન, નાગા ચૈતન્ય અને અક્ષરા એકવાર કોઈ ફંક્શનમાં સાથે ગયા હતા. આ ફંક્શનમાં શ્રુતિને પર્ફોર્મ કરવાનું હતુ અને નાગા ચૈતન્ય તેમજ અક્ષરાને ક્યાંક જવાનું હતું. રિપોર્ટ્‌સ પ્રમાણે, શ્રુતિએ નાગા ચૈતન્યને અક્ષરાને મૂકવા જવાનું કહ્યું હતું. પરંતુ સમય ન હોવાના કારણે તે તેમ કરી શક્યો નહોતો અને આ વાત એક્ટ્રેસને ખટકી હતી. કહેવામાં આવે છે કે, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. ઘટના બાદ, ૨૦૧૬માં શ્રુતિ અને નાગા ચૈતન્યએ પ્રેમમાં કામ કર્યું હતું. વર્ષ ૨૦૧૭માં નાગા ચૈતન્યએ સામંથા સાથે લગ્ન કર્યા હતા. શ્રુતિ હાસનની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો, તે પ્રભાસ સ્ટારર ’સાલાર’માં જોવા મળવાની છે.

Previous articleધંધુકા : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતક કિસનના પરિવારની મુલાકાત લીધી
Next articleઆજે પણ મારી પાસે ધોનીનો ફોન નંબર નથી : રવિ શાસ્ત્રી