ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાન ૩૦ દિવસનો કરવો પડશે

74

ટેલિકોમ કંપનીઓ દ્વારા અપાતા ૨૮ દિવસના રિચાર્જ પેક્સ અંગે ટ્રાયને ગ્રાહકોની ઘણી ફરિયાદો મળી હતી
નવી દિલ્હી, તા. ૨૯
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક એવો આદેશ આપ્યો છે, જે ટેલિકોમ યૂઝર્સને ફાયદો કરાવશે. ટ્રાઈએ તાજેતરમાં જ ટેલિકોમ ટેરિફને લઈને કહ્યું છે કે, ટેલિકોમ કંપનીઓએ હવે એવા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે જે ૨૮ દિવસ નહીં, પણ ૩૦ દિવસ ચાલે. સાથે જ આ આદેશમાં કહેવાયું છે કે, ૩૦ દિવસોની વેલિડિટીવાળા પ્લાન માટે નોટિફિકેશન બહાર પાડવું પડશે અને તે પણ ૬૦ દિવસની અંદર. ટ્રાઈનું કહેવું છે કે, કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો પ્લાન પોતાના પોર્ટફોલિયોમાં રાખવો જ જોઈએ જેમાં ૨૮ને બદલે ૩૦ દિવસની વેલિડિટી હોય, પછી તે કોઈ સ્પેશ્યલ ટેરિફ વાઉચર હોય કે પછી કોમ્બો વાઉચર. સાથે જ એવી જોગવાઈ હોવી જોઈએ, જેનાથી એ પ્લાન્સનું જો યૂઝર ફરીથી રિચાર્જ કરાવવા ઈચ્છે તો હાલના પ્લાનની તારીખે જ કરાવી શકે. જો આવું થશે તો તે યૂઝર્સ માટે કોઈ ખુશખબરથી ઓછું નહીં હોય. એવું એટલા માટે કે છેલ્લા ઘણા સમયથી યૂઝર્સ એ વાતને લઈને ફરિયાદ કરી રહ્યા હતા.
કે, ટેલિકોમ કંપનીઓ તેમને ૩૦ નહીં પરંતુ ૨૮ દિવસની વેલિડિટી આપે છે. ગ્રાહકોનું માનીએ તો દર મહિને ૨ દિવસનો કાપ મૂકીને ટેલિકોમ કંપનીઓ એક વર્ષમાં લગભગ ૨૮થી ૨૯ દિવસની બચત કરે છે. એવામાં યૂઝર્સે દર વર્ષે ૧૨ને બદલે ૧૩ રિચાર્જ કરાવવા પડે છે તો, જો કોઈ ત્રણ મહિનાનું રિચાર્જ કરાવે છે, તો તેને ૯૦ દિવસને બદલે ૮૪ દિવસની વેલિડિટી મળે છે. તો, બે મહિનાનું રિચાર્જ કરાવનારાને ૬૦ને બદલે ૫૪ કે ૫૬ દિવસની વેલિડિટી મળે છે.

Previous articleભારતથી સીધા કેનેડા જનારે કોરોના ટેસ્ટ નહીં કરાવવો પડે
Next article૩૧ જાન્યુઆરીએ ખેડૂતો વિશ્વાસઘાત દિન તરીકે ઉજવશે