હાર્દિક-રવીન્દ્ર જેવા ખેલાડીની ટીમને ખોટ પડી : રાહુલ દ્રવિડ

74

કેપટાઉન, તા.૩૦
સાઉથ આફ્રિકા સામે વન ડે સિરિઝમાં પણ ભારતની ૩-૦થી કારમી હાર થઈ છે. નબળી સાઉથ આફ્રિકન ટીમ સામે પણ ભારતીય ટીમના ખરાબ દેખાવથી ક્રિકેટ ચાહકોમાં રોષ છે.ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે હવે સ્વીકાર્યુ છે કે, ટીમની બેટિંગનુ બેલેન્સ બરાબર નથી.કેટલાક ઓલરાઉન્ડર ખેલાડીઓ બહાર છે.દ્વવિડનુ માનવુ છે કે નંબર ૬ અને સાત પર હાર્દિક પંડયા તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ખોટ સાલી રહી છે.તેઓ પાછા ફરશે તો ટીમની બેટિંગ મજબૂત બનશે. રાહુલની કેપ્ટનશિપ અંગે દ્રવિડનુ કહેવુ હતુ કે, લોકોએ સમજવુ પડશે કે તેની પાસે જે વિકલ્પો હતો તેનો તેણે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો.મને લાગે છે કે તેણે સારુ કામ કર્યુ છે.હજી તો તેની શરુઆત છે અને સમય જતા તે શીખશે.સમયની સાથે તેની કેપ્ટનશિપમાં સુધારો થશે.તેણે પોતાનુ કામ સારી રીતે કર્યુ છે.દ્રવિડે કહ્યુ હતુ કે, અમે વચ્ચેની ઓવરોમાં સારી બેટિંગ કરી શક્યા હોત.બે મેચમાં ૩૦ ઓવર પછી અમે ટાર્ગેટ એચિવ કરવાની સ્થિતિમાં હતા પણ અમે ખરાબ શોટ રમ્યા હતા.નિર્ણાયક સ્થિતિમાં અમે સારુ પ્રદર્શન નહોતા કર્યા.શ્રેયસ ઐયર અને પંત માટે તેમણે કહ્યુ હતુ કે, અમે કેટલાક બેટસમેનોને મિડલ ઓર્ડરમાં ઘણી તકો આપી રહ્યા છે.જેથી તેઓ ટીમમાં પોતાના સ્થાન અંગે સુરક્ષિત મહેસૂસ કરે પણ તેની સાથે સાથે સારા તેમની પાસે સારા દેખાવની પણ અપેક્ષા છે.દ્રવિડનુ કહેવુ હતુ કે , સાઉથ આફ્રિકાનો પ્રવાસ આંખ ઉઘાડનારો છે અને ૨૦૨૩ના વિશ્વ કપ પહેલા જેટલી વધારે વન ડે રમીશું તેટલી જ ટીમ કોમ્બિનેશન અંગેની તસવીર સાફ થશે.

Previous articleનેહા શર્માએ દરિયા કિનારે બોલ્ડ લુકમાં
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે