ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2 એ વધાર્યું ટેન્શન : સબ-વેરિઅન્ટ BA.2 ને હાલમાં યુકેમાં તપાસ હેઠળ વેરિએન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે : અહેવાલ
(સં. સ. સે.)લંડન, તા.૩૦
કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટBA.2 મૂળ વેરિઅન્ટ BA.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ રસી તેની સામે રક્ષણ આપવામાં અસરકારક જણાય છે. સબ-વેરિઅન્ટ BA.2 ને હાલમાં યુકેમાં તપાસ હેઠળ વેરિએન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું છે કે BA.2 નો સંક્રમણ દર ઇગ્લેંડના તે તમામ વિસ્તારોમાં BA.1 ની તુલનામાં વધ્યો છે. જ્યાં આંકલન કરવા માટે પર્યાપ્ત કેસ છે. તો બીજી તરફ ૨૪ જાન્યુઆરી સુધી જીનોમ સિક્વન્સિંગમાં ઈંગ્લેન્ડમાં મ્છ.૨ના ૧,૦૭૨ કેસોની ઓળખ કરવામાં આવી છે. આ અંગેના તમામ મૂલ્યાંકનો પ્રારંભિક છે, જ્યારે કેસની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે.UKHSA અનુસાર, નવા પ્રકારોના શરૂઆતી વિશ્લેષણમાં સંક્રમણનો દર ઓછો કરવા ઓછો આંકવામાં આવ્યો હશે, પરંતુ હાલમાં તે પ્રમાણમાં ઓછો છે. નિષ્ણાતોએ કહ્યું કે સંપર્કમાં રહેલા લોકોના ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૨ વચ્ચે ઓમિક્રોનનો સંક્રમણ દર ૧૦.૩ ટકાની તુલનામાં મ્છ.૨નો સંક્રમણ દર ૧૩.૪ ટકા રહેવાની સંભાવના છે.